આગાહી ના પગલે દિયોદર પથક માં મધ્યમ પવન સાથે વરસાદી ઝાપટું

દિયોદર, બનાસકાંઠા જિલ્લા માં છેલ્લા 10 દિવસ થી વરસાદે વિરામ લીધો હતો ત્યારે આજે એકાએક ફરી હવામાન વિભાગ દ્વારા મધ્યમ પવન સાથે સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવતા દિયોદર પંથક માં આગાહી ના પગલે મધ્યમ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જો કે આજુ બાજુ વિસ્તાર માં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં ખેડૂતો માં આનંદ ની લાગણી જોવા મળી આવી હતી. ગરમી ના ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણ ઠંડુ થતા અને મધ્યમ પવન સાથે સામાન્ય વરસાદ થતાં નગરજનો એ પણ ઠંડક અનુભવી હતી. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર Post … Continue reading આગાહી ના પગલે દિયોદર પથક માં મધ્યમ પવન સાથે વરસાદી ઝાપટું